તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Saturday, 23rd August 2025
કેવડિયા કોલોનીમાં પ્રેમ સંબંધમાં માથાકૂટ થતા મારી નાખવાની ધમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા.જિલ્લાના કેવડિયા કોલોનીમાં પ્રેમ સંબંધમાં માથાકૂટ થતા માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર પંકજભાઇ કનુભાઇ તડવી (રહે. સમશેરપુરા નિશાળ ફળીયુ ગામ તા.ગરુડેશ્વર )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કેવડીયા કોલોની બ્લોક નંબર- ૧૩ની પાસે બનેલી ઘટનામાં પંકજભાઇ ના પ્રેમ સંબધ પહેલા અરૂણાબેન સાથે હતા પરંતુ હાલ તેમના સંબધો ના હોઇ અને હાલ અરુણાબેનના પ્રેમ સંબધ અક્ષયભાઇ હસમુખભાઇ ચાવડા (રહે- કેવડીયા કલોની બ્લોક નંબર- ૧૩ રૂમ નંબર- ૧૪૭. તા.ગરુડેશ્વર જી.નર્મદા )સાથે હોઇ જે બાબતે બંને વચ્ચે ફોન ઉપર બોલા- ચાલી થતી હોઇ જેથી પંકજભાઇ ને ફોન કરી સમાધાન કરવા સારુ કેવડીયા ખાતે બોલાવેલ તે દરમિયાન અક્ષયભાઈના પ્રેમ સંબંધ હાલ અરુણાબેન નાઓની સાથે હોઇ જેથી પંકજભાઇ અને. અક્ષયભાઈ વચ્ચે બોલાચાલી થતા અક્ષયભાઈ ફાયબરની લાકડી પંકજભાઇ કપાળ મા ડાબી બાજુ લાકડી મારતા થામડી ફાટી જતા લોહી નિકળી જઈ તથા ડાબા ખભા ઉપર હાસડીના ભાગે લાકડી મારતા ફેકચર કરી ઇજા કરતા અરુણાબેન વચ્ચે પડી વધુ મારમાંથી બચાવેલ તેમજ અક્ષયભાઈ જતા જતા પંકજભાઇને કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે અને હવે પછી મળીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા ગરુડેશ્વર પોલીસે અક્ષય ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
