<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વણઝર ગામના હનુમાન ફળિયાંનું નાળુ બે દિવસના વરસાદમાં વધુ તૂટતા બાઇક પણ પસાર થવી મુશ્કેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ વણઝર ગામના હનુમાન ફળિયાંનું નાળુ તૂટેલી હાલત માં જોખમી હતું પરંતુ હાલ બે દિવસથી સતત પડી રહેલા વરસાદમાં આ નાળુ વધુ તૂટતા ત્યાંથી બાઇક પસાર કરવી પણ હવે મુશ્કેલ બની છે તો તંત્ર આ બાબતને ગંભીરતાથી લે તેવી માંગ છે

  જાણવા મળ્યા મુજબ વણઝર ગામના હનુમાન ફળિયાં ખાતે આવેલ નાળુ લગભગ પાંચેક વર્ષથી જર્જરિત અને જોખમી હાલતમાં છે આ નાળા પરથી દરરોજ લગભગ ૭૦૦ જેવા લોકો અવર જવર કરે છે આ લોકોની અવર જવર જોખમી કહી શકાય માટે જો ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ..? હાલ માં બે દિવસથી પડી રહેલા વરસાદમાં આ નાળુ વધુ તૂટતા હવે તેના પરથી બાઇક પસાર થવી પણ.મુશ્કેલ બની છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્રના અધિકારીઓ આ જોખમી નાળાને ગંભીરતાથી લઈ નવું નાળુ બનાવી આપે તો જોખમ ઓછું થાય.

(11:46 PM IST)