News of Sunday, 24th August 2025
25મીએ પીએમ મોદી ગુજરાતમાં :અમદાવાદ પોલીસે વડાપ્રધાનના આગમનને લઈને જાહેરનામું બહાર પાડ્યું
એમ.એસ. સ્કૂલ ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે:રિંગ રોડ પર આવેલા ભક્તિ સર્કલથી લઈને રસપાન ચાર રસ્તા ત્યાંથી ડી-માર્ટ ચાર રસ્તાથી હરિદર્શન ચાર રસ્તા સુધી માર્ગ બંધ રહેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલાં 1.6 કિલોમીટરનો રોડ શો પણ યોજવામાં આવશે. ત્યારે અમદાવાદ પોલીસે વડાપ્રધાનના આગમનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા પ્રમાણે, 25મી ઓગસ્ટે એમ.એસ. સ્કૂલ ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. ત્યારબાદ રિંગ રોડ પર આવેલા ભક્તિ સર્કલથી લઈને રસપાન ચાર રસ્તા ત્યાંથી ડી-માર્ટ ચાર રસ્તાથી હરિદર્શન ચાર રસ્તા સુધી માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે લોકો રિંગ રોડનો ઉપયોગ કરી શકશે. આ દિવસે બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
