<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th August 2025

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 79.06 ટકા વરસાદ: સૌથી વધુ કચ્છમાં સરેરાશ 82.91 ટકા વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 81.68 ટકા વરસાદ, સૌથી ઓછો પૂર્વ મધ્યમાં સરેરાશ 75.56 ટકા વરસાદ થયો

અમદાવાદ : રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 79.06 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 82.91 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 81.68 ટકા વરસાદ, સૌથી ઓછો પૂર્વ મધ્યમાં સરેરાશ 75.56 ટકા વરસાદ નોંધાયો છે

    ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે છેલ્લા અઠવાડિયાથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે. જેને પગલે રાજ્યમાં જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. 

    . રાજ્યમાં સરદાર સરોવર ડેમ 82.41 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 77.21 ટકા ભરાયા છે. રાજ્યમાં 78 ડેમ હાઇએલર્ટ પર, 31 ડેમ એલર્ટ પર અને 21 ડેમ વોર્નિંગ પર છે.  

 

(12:47 AM IST)