News of Sunday, 24th August 2025
શ્રાવણ માસના છેલ્લા દિવસે કરનાળીના કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ધારાસભ્યએ કપાટ ખોલ્યાં
ભગવાન કુબેરની એક ઝલક માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા

વડોદરાઃ શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, તેને લઇને વહેલી સવારથી જ શિવાલયો બમ બમ બોલેના નાદ સાથે ગૂંજી ઉઠ્યાં છે. તેવામાં આજે શનિશ્વરી અમાસ છે. તેથી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં કુબેરના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભગવાન કુબેરની એક ઝલક માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.
ધારાસભ્ય શૈલેશ મહેતાએ રાત્રે 12:00 વાગે મંદિરના કપાટ ખોલી દર્શન ખુલ્લા મુક્યા હતા. એટલું જ નહીં દર અમાસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. એવામાં આજે શનિશ્વરી અમાસ છે. તેથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી સહિતથી મોટી સંખ્યામાં ભક્તોએ કુબેરના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ કુબેર દાદાના મંદિરે શ્રાવણવદ અમાસની તિથી શનિવાર અને ભાદરવા માસના પ્રારંભ પૂર્વે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સાથે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ધ્રુમિલ શૈલેષ મહેતા(સોટ્ટા)એ કપાટ ખોલી શિવભક્તો માટે દર્શન ખુલ્લા મુક્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી પણ છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
