<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

રાજ્‍યભરમાં ભાદરવો ભરપૂરઃ૩૩ જીલ્‍લાના ૨૨૫ તાલુકાઓમાં ૧ થી ૪ ઇંચઃ મધુવન ડેમના ૩ દરવાજા હજુ ખુલ્‍લા

આજે સવાર થી મેઘરાજાના ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં ધામા : રાજ્‍યમાં સિઝનનો કુલ ૮૪.૬ ટકા

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ભાદરવા માસના શરૂઆત થી જ મેઘરાજા ટાર્ગેટ પૂર્ણ કરવા અનરાધાર હેત વરસાવતા છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૩ જીલ્‍લાના ૨૨૫ તાલુકાઓમાં ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૪.૦૬% નોંધાયો છે.

ભારે વરસાદને પગલે મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૫.૮૫ મીટરે પહોંચી છે ડેમમાં ૯૯૭૩ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૯૭૩૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્‍યારે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૩૫.૬૫ ફૂટે પહોંચી છે ડેમમાં ૪૦૧૯૪ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૪૦૧૯૪ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો સંખેડા ૧૦૨ મીમી, ઉમરપાડા ૯૯ મીમી, ઇડર ૯૮ મીમી, વ્‍યારા ૯૦ મીમી, ડભોઇ ૮૦ મીમી, દાંતા અને રાધનપુર ૭૯ મીમી, ખેડબ્રહ્મા ૭૮ મીમી, વાલોડ અને ભિલોડા ૭૭ મીમી, વરસાદ નોંધાયો છે.

જ્‍યારે સુરત સિટી ૭૧ મીમી, ડેડીયાપાડા ૬૫ મીમી, કુકરમુંડા ૫૯ મીમી, મહુવા ૫૫ મીમી, સોનગઢ, નવસારી અને માંગરોળ ૫૪ મીમી, વિજયનગર, પલસાણા અને બોડેલી ૫૩ મીમી, સાંતલપુર ૫૧ મીમી, તો વડાલી અને દહેગામ ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

જ્‍યારે સતલાસણા, અને કરજણ ૪૯ મીમી, ધનસુરા ૪૮ મીમી, જેતપુર પાવી ૪૭ મીમી, ઓલપાડ ૪૬ મીમી, વડગામ, બારડોલી અને જલાલપોર ૪૪ મીમી, દાંતીવાડા ૪૩ મીમી, ક્‍યુએ કવાંટ, પાટણ અને અમીરગઢ ૪૨ મીમી, સાગબારા ૪૧ મીમી, વરસાદ નોંધાયો છે, છોટાઉદેપુર ૩૯ મીમી, કામરેજ અને પોસીના ૩૮ મીમી માંડવી ૩૭ મીમી, ચોરાસી અને નેત્રંગ ૩૪ મીમી, જાંબુઘોડા અને સિંઘવાડ ૩૨ મીમી, પાદરા અને મોરવાહડફ ૩૧ મીમી, વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍યના ૧૬૫ તાલુકાઓમાં ૧ થી ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.(૪૦.૧૩)

(10:29 AM IST)