<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

કઠોર પરિશ્રમથી વ્‍યક્‍તિ ક્‍યાં પહોંચી શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ડો.રવિકુમાર સૈની

જામનગરના નવનિયુક્‍ત એસ.પી.ડો.રવિકુમાર સૈનીએ માત્ર ૧૪ વર્ષની વયે કેબીસીમાં ૧ કરોડ જીતી ઇતિહાસ રચ્‍યો હતો

બાબાસાહેબ કહેતાને કે તમે તમારા સંતાનોને ભણાવો, તેને ઉચ્‍ચ શિક્ષણ આપો. તેની આંખોમાં એવા સપના આંજો કે તેઓ મહાન થવા માટે જન્‍મ્‍યા છે. આ વાત જામનગરના નવનિયુક્‍ત એસપી બાળપણમાં જ સમજી ગયેલા. અને એટલે જ જામનગરના નવનિયુક્‍ત એસ.પી. ડો.રવિકુમાર સૈનીએ આજથી પચ્‍ચીસ વર્ષ પહેલાં (૨૦૦૧)માં માત્ર ચૌદ વર્ષની ઉંમરે જ 'કૌન બનેગા કરોડપતિ' (જૂનિયર)માં અમિતાભ બચ્‍ચન સામે હોટ સીટ પર બેસીને, પંદર પ્રશ્નોના સાચા જવાબ આપીને, એક કરોડ રૂપિયા જીતીને ઈતિહાસ રચ્‍યો હતો.

હા, કઠોર પરિશ્રમથી માણસ ક્‍યાં પહોંચી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રવિકુમાર સૈની છે. વિદ્યાર્થીકાળથી જ અતિ હોંશિયાર એવા રવિકુમાર મૂળ રાજસ્‍થાનના  અલવરના વતની છે. તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આંધ્રપ્રદેશના વિશાખાપટનમમાં લીધું. નાનપણથી જ રવિના મનમાં આ યુગના મહાનાયક મેગાસ્‍ટાર અમિતાભ બચ્‍ચનને મળવાની ઈચ્‍છા હતી. જે પૂરી કરવા તેણે ખૂબ મહેનત કરી અને ફક્‍ત ચોદ-પંદર વર્ષની ઉંમરે જ આપબળે ખૂબ મહેનત કરી 'કૌન બનેગા કરોડપતિ જૂનિયર'ના સ્‍ટેજ પર પહોંચી ગયા..! અમિતાભને મળવાનું સપનું સાકાર કર્યું એટલું જ નહિ, હોટ સીટ પર બેસીને સળંગ પંદર પ્રશ્નોના સાચાં જવાબ આપી એક કરોડ રૂપિયા જીતીને ઈતિહાસ પણ રચ્‍યો. ત્‍યારે તેઓ ધોરણ દસમાં અભ્‍યાસ કરતા હતાં. આમ રવિકુમાર નાનપણથી જ હોંશિયાર હતા. પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણમાં તેઓ ક્‍લાસ અને સ્‍કૂલમાં સતત ટોપર રહેતા.

પછી તો ધોરણ-૧૨નો અભ્‍યાસ પૂર્ણ કરી તેઓ જયપુરની મહાત્‍મા ગાંધી મેડિકલ કોલેજમાં MBBSના અભ્‍યાસ માટે ગયા અને ડોક્‍ટરની ડીગ્રી પણ લીધી. પણ ડોક્‍ટર બનીને સંતોષ ન થયો. કારણ કે ભારતીય નૌકાદળમાં માનદ લેફટનન્‍ટ રહી ચૂકેલા તેમના પિતા મોહન લાલ સૈની પોતાના દીકરાને યુનિફોર્મમાં જોવા માગતા હતા. જેથી રવિકુમારે શ્‍ભ્‍લ્‍ઘ્‍ની તૈયારી શરૂ કરી. સૌથી પહેલાં તેમણે ૨૦૧૨માં UPSC આપી. પણ મેન્‍સમાં સફળતા ન મળી. ફરી ૨૦૧૩માં આપી પણ શ્‍ભ્‍લ્‍ઘ્‍ આપી પણ સફળતા વેંત એક છેટી જ રહી. જોકે ત્‍યારે તેમને પોસ્‍ટ વિભાગ નોકરી મળી ચૂકી હતી... પરંતુ પ્રતીક્ષા તો વર્દીવાળી નોકરીની હતી ને..!! ૨૦૧૪માં રવિકુમારે UPSCની ત્રીજી ટ્રાય આપી અને ઓલ ઇન્‍ડિયામાં ૪૬૧માં રેન્‍ક સાથે આ પરીક્ષા ક્રેક કરી.

ટ્રેનિંગ પછી તેઓને ગુજરાત કેડર મળી અને તેઓ IPS ઓફિસર બની ગયા. રાજકોટમાં ઝઘ્‍ભ્‍-ઝોન-૧ અને પોરબંદરના એસપી રહી ચૂકેલા ડો. રવિ મોહન સૈનીની હાલમાં જ જામનગર એસપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે ત્‍યારે તેઓને ઉજ્‍જ્‍વળ ભવિષ્‍યની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ..

 

ડો.સુનીલ જાદવ

(૯૪૨૮૭ ૨૪૮૮૧)

(1:20 PM IST)