News of Monday, 25th August 2025
શ્રાવણમાસ દરમિયાન ૫૦૦૦ બાળકોને બટુકભોજન, ધાર્મિક શિવ મંદિર ઘેલા સોમનાથ ખાતે 500 ભૂદેવોની બ્રહ્મચોર્યાશી તથા ૨૨૫ ઉપરાંત ભૂદેવોની SGVP માં બ્રહ્મચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદઃ SGVP ગુરુકુલ, રીબડા – રાજકોટ દ્વારા પવિત્ર શ્રાવણ મહિનામાં પરમ પૂજ્ય શ્રી જોગી સ્વામીની 14મી પુણ્યતિથિ તથા કોઠારી શ્રી હરિજીવનદાસજી સ્વામીની 11મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુણાનુવાદ સભા તથા ભવ્ય બ્રહ્મચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની વિશેષતાઓ:
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુંદાસરા, રીબ, મૂંગા વાવડી, ઢોલરા, માખવડ, રાવકી, વાવડી, મવડી , ખોરાણા, નાના મહિકા વગેરે
રાજકોટની આસપાસના દરેક ગામોમાંથી દરરોજ એક ગામમાં સમૂહ મહાપૂજા , રુદ્રાભિષેક , પક્ષીઓને ચણ તથા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બધા ગામોમાં થઈને ૫૦૦૦ જેટલા બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પૂર્ણાહુતિ તથા સદગુરુ સંતોની પૂણ્યતિથિ પ્રસંગે આસપાસના ગામોમાંથી તેમજ, ધાર્મિક શિવ મંદિર ઘેલા સોમનાથ ખાતે 500 ભૂદેવો તથા ગોંડલ, રાજકોટ શહેરમાંથી ૨૨૫ ઉપરાત બ્રાહ્મણો બ્રહ્મ ચોર્યાસીમાં SGVP ખાતે ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓ – શ્રી નવીનભાઈ દવે (મુંબઈ), શ્રી મધુભાઈ દોંગા (રાજકોટ) , શ્રીવિપુલભાઈ ગજેરા ( અંકલેશ્વર) , તથા શ્રી માધવજીભાઈ નાદપરા, પરસોતમભાઈ બોડા વગેરે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ આયોજન પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી, SGVP ગુરુકુલ રીબડાના સંચાલક પરમ પૂજ્ય શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થયું.
બ્રહ્મ ચોર્યાસીમાં પધારેલ ૨૨૫ ઉપરાંત બ્રાહ્મણોને વસ્તુભેટ તરીકે સ્ટીલની પેટી, વસ્ત્ર, રોકડ દક્ષિણા અને મિષ્ટ ભોજન દ્વારા રાજી કર્યા હતા.
પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદમાં જણાવ્યું હતું કે “બ્રાહ્મણોના પૂર્વજોએ હિંદુ ધર્મ અને શાસ્ત્રોની અવિરત રક્ષા કરી છે. તેમની આ સેવા અને સમર્પણને કારણે જ આજે હિંદુ સંસ્કૃતિ અખંડિત રહ્યો છે.” ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ બ્રાહ્મણો ખૂબ જ પ્રિય હતા અને એમણે પણ અનેક વખત બ્રહ્મ ચોર્યાસી કરીને ભૂદેવોને તૃપ્ત કર્યા હતા.
આ પ્રસંગે ગુંદાસરા તથા રાવકી ગામના ભક્તોએ ભૂદેવો માટે ચૂરમાના લાડુ તથા જલેબી વગેરે વાનગી બનાવીને રસોડાની જવાબદારી સંભાળી હતી.
ગુરુકુલના કાર્યકર્તાઓ – શ્રી કેવલભાઈ લાખાણી, શ્રી પ્રવીણભાઈ ગઢીયા, શ્રી સંજયભાઈ બારસીયા, અમિતભાઈ રૂપાપરા,શ્રી જયદેવસિંહ ગોહિલ
તથા અન્ય હરિભક્તોએ અન્ય વ્યવસ્થા સંભાળીને આયોજનને સફળ બનાવ્યુ હતુ
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
