<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ગાંધીનગરની બેઠકમાં સી.આર.પાટીલે નવા અધ્‍યક્ષ અને મંત્રીમંડળના વિસ્‍તરણના સંકેતો આપ્‍યા

‘હજુ આપણે જલ્‍દી ર વખત મળીશું' તેવી ટકોર કરી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૨૫: ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ધારાસભ્‍યો,સંસદ સભ્‍યો,જીલ્લા ભાજપના પ્રમુખો અને પ્રદેશના હોદ્દેદારોની બેઠકમાં સી.આર.પાટીલે નવા અધ્‍યક્ષ અને મંત્રી મંડળના વિસ્‍તરણના સંકેતો આપ્‍યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર. પાર્ટીલે પોતાના પ્રવચનમાં હજુ આપણે જલ્‍દી બે વખત મળીશું તેવી ટકોર કરી હતી તેમણે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્‍યક્ષ આવશે અને મંત્રી મંડળના ફેરફાર અંગે પણ સંકેતો આપ્‍યા હતા. અંતમાં તેમણે સૌ મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશજીને રાજ્‍યની સુખાકારી માટે પ્રાર્થના કરવા અનુરોધ પણ કર્યો હતો.

(4:21 PM IST)