News of Monday, 25th August 2025
અમદાવાદમાં સ્કૂલના બાળકની હત્યા તથા રાજયમાં અન્ય શહેરોમાં વિધર્મી લોકો દ્વારા હુમલા અંગે રજૂઆતો
રાજયપાલને સંબોધી વિહિપ દ્વારા કલેકટરને આવેદનઃ શાળા સંચાલકો-જવાબદારો સામે કડક પગલા ભરો...

રાજકોટ તા. રપઃ વિશ્વ હિન્દુ પરીષદે રાજયપાલએ સંબોધી કલેકટરને આવેદન પાઠવી તાજેતરમાં અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કુલમાં અભ્યાસ કરતા બાળકની ક્રુરતાપુર્વક હત્યા કરવામાં આવી તે બાબતે તથા અન્ય બાબતો સૂત્રોચ્ચાર આવેદનમાં ઉમેર્યું હતું કે, ગત તા. ૧૯ ઓગષ્ટને મંગળવારના રોજ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કુલમાં અભ્યાસ કરતા નયન સંતાણી કે જે વિધર્મી સમાજના બાળક દ્વારા ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ શાળા સંચાલકો દ્વારા તુરંત ઘાયલ બાળકની મદદ કરવાને બદલે પાણીનું ટેંકર બોલાવીને લોહીના નિશાન મિટાવાના પ્રયાસો થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં (૧) સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાં શેઠ સી. જી. હાઇસ્કુલમાં ધોરણ ૭ માં ભણતો બાળકને એજ ધારણના વિધર્મી જુથ દ્વારા મારવામાં આવ્યો હતો. (ર) ખેડા જિલ્લાના બાલાસિનેર ગામમાં વિધર્મીઓ દ્વારા હિંદુ યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. (૩) પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં મહેશભાઇ ઠાકોર ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. (૪) મહેસાણા જિલ્લામા અનુસુચીત જાતીના ધાર્મીકભાઇ મહેરિયાને ધમકી આપવામાં આવી હતી કે ‘‘જો તમે હિંદુ સમાજ માટે કામ કરશો તો તમને મારવામાં આવશે.'' તેમ ધમકી આપીને હુમલો કરવામાં આવ્યો હતો.
ઉપરની મુજબની અનેક ઘટનાઓ તાજેતરમાં સામે આવી છે. જે એક અત્યંત શરમજનક, કાયરતાપુર્ણ અને દાનવને પણ શરમાવી દે તેવા કૃત્ય હોવાથી આવા કૃત્ય કરનારને તરંત આકરામાં આકરી તેમજ કડક કાર્યવાહી કરવામાં આવે. આવી હત્યા અને ગુંડાગીરીના ગુનાઓમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને આકરામાં આકરી સજા આપવામાં આવે તેમજ પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે તેમજ આવા કૃત્યો ફરીવાર ન બને તે માટે યોજનાપુર્વક કડકમાં કડક પગલા ભરવામાં આવે તથા શાળા સંચાલકો દ્વારા જે લોહીના નિશાન મિટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા તેની ગંભીરતાથી નોંધ લઇને શાળા સંચાલકો ઉપર પણ પુરી તપાસ હાથ ધરવામાં આવે તેવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે. આવેદન દેવામાં વનરાજભાઇ ગરૈયા, ક્રુણાલભાઇ વ્યાસ, પરેશભાઇ રૂપારેલિયા વિગેરે જોડાયા હતા.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
