<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ધરોઇ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા: ગાંધીનગરના 28 ગામોને એલર્ટ કરાયા

સાબરમતી નદીમાંથી 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડાયું:પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર પહોંચી :નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ગાંધીનગર : ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે આઠ ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.  

     ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી આવેલા પાણીની સતત આવક થઈ રહી છે. ડેમની સપાટીને જાળવી રાખવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાંથી 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં ગાંધીનગર કલેક્ટર દ્વારા લોકોને નદી કાંઠે નહીં જવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. 

   ગણેશ વિસર્જન સમયે નદીકાંઠે નહીં જવા અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા કૂંડમાં વિસર્જન કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા માણસા અને ગાંધીનગર તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ધરોઈ ડેમમાથી પાણી છોડાતા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. ખેડામાં નાની કલોલી અને પથાપુરાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રસિકપુરા ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના 12 ગામોને અસર પહોંચી છે.

(7:22 PM IST)