News of Monday, 25th August 2025
નદીમાં 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર :નીચાળવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં અવિરત ભારે વરસાદને પગલે ધરોઈ ધરોઇ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાવામાં આવ્યા

અમદાવાદ : ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઇ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાવામાં આવ્યા છે. વરસાદને પગલે ડેમમાંથી સાબરમતી નદીમાંથી 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચી છે પરિણામે્ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નાગરિકોને સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે.
મળેલી માહિતી મુજબ ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને ડેમના આઠ દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા છે. જેના પગલે સાબરમતી નદીમાં એક લાખ સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
