<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ: ઉપરવાસમાં મુશળધાર વરસાદને કારણે મેશ્વો ડેમ ઓવરફ્લો

મોડાસા, ભિલોડા અને ધનસુરાના 3 તાલુકાના 27 ગામને એલર્ટ કરાયા

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ આ સિઝનમાં વરસ્યો છે, જેને પગલે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ઉપરવાસમાં વરસેલા વધુ વરસાદને કારણે મેશ્વો ડેમ 100 ટકા ભરાયો છે. ભારે વરસાદને પગલે મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો ડેમની કુલ ક્ષમતા 53,132 ઘન મીટર છે. મેશ્વો ડેમમાં પાણીની સપાટી 214. 60મીએ પહોંચી છે. ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. મોડાસા, ભિલોડા અને ધનસુરાના 3 તાલુકાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

(7:33 PM IST)