News of Monday, 25th August 2025
નવસારીમાં ડીજે ગાડી પરથી બે યુવાનો નીચે પટકાયા: એકનું ઘટના સ્થળે મોત : એક ગંભીર
ડીજે માણેકપોર ગડત વિસ્તારથી ચંદનવન ખાતે ડીજે જતો હતો: યુવાનો ડીજે ગાડી પર નાચી રહ્યા હતા ત્યારે રાધા કૃષ્ણ મંદિર નજીક અચાનક બે યુવાનોનું બેલેન્સ ગાડી પર ન જળવાતા તેઓ નીચે પટકાયા

નવસારી શહેરના ડીજે માણેકપોર ગડત વિસ્તારથી ચંદનવન ખાતે ડીજે જઇ રહયો હતો, એ દરમિયાન યુવાનો ડીજે ગાડી પર નાચી રહ્યા હતા ત્યારે રાધા કૃષ્ણ મંદિર નજીક ડીજે ગાડી પરથી બે યુવાનો નીચે પટકાયા હતા, જેમાંથી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. . નવસારી ટાઉન પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે નવસારી શહેરમાં ડીજે ગાડી પર યુવાનો નાચી રહ્યા હતા તે દરમિયાન અચાનક બે યુવાનોનું બેલેન્સ ગાડી પર ન જળવાતા તેઓ નીચે પટકાયા હતા, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું ,જયારે બીજો યુવક ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો,જયારે ઘાયલ યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. . પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ડીજે ગાડીની ઊંચાઈ અને નાચવાની ધમાલ દરમિયાન બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોઈ શકે.
નવસારી ટાઉન પોલીસ આ ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં ડીજે ગાડીની સલામતીના ધોરણો, આયોજકોની જવાબદારી અને અન્ય પાસાઓની ચકાસણી કરવામાં આવશે. આ ઘટનાએ ડીજે કાર્યક્રમો દરમિયાન સલામતીના પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને પોલીસે લોકોને આવા કાર્યક્રમોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
