<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

સૂકા ગામે યોજાયેલ આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો જનસભા માં ૪૦૦ થી વધુ લોકો આપ માં જોડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સુકા ગામ ખાતે યોજાયેલ ગુજરાત જોડો જનસભામાં, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે ના નારા સાથે આપ ના જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા તેમજ તમામ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સાથે સાથે ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી 400 થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા અને ભર વરસાદમાં પણ આજુબાજુ ગામના વડીલો ભાઈઓ બહેનો યુવા સાથે મિત્રો ખૂબ મોટી સંખ્યામાં છત્રી લઈ ને પણ ભારતીય જનતા પાર્ટી થી કંટાળીને લોકોએ આ જનસભા ને શાંતિપૂર્ણ સાંભળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો, હવે ભારતીય જનતા પાર્ટીથી કંટાળીને લોકો દિવસેને દિવસે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની જનતા હવે બદલાવ ઈચ્છે રહી છે તેમ આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યું હતું.

(9:48 PM IST)