<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

રાજપીપળાથી દેડિયાપાડા જતી 6 રૂટની બંધ કરાયેલી એસટી બસો આજથી પુનઃ શરૂ થતા રાહત

અગાઉ યાલ ગામની નદીનું કામચલાઉ બનાવેલ નાળુ તૂટી જવાની ઘટના બની હતી અને આ નદીમાં ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા એસટી બસો બંધ કરાઇ હતી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો હોય કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું હતું અને દેડિયાપાડા તાલુકાના મોવીથી યાલ ગામ વચ્ચેની નદીમાં ભારે વરસાદ ના કારણે પાણીનો પ્રવાહ વધતા રાજપીપળાથી દેડિયાપાડા જતી તમામ એસટી બસો બંધ કરવામાં આવી હતી પરંતુ આજે વરસાદે વિરામ લેતા અને પાણી ઓછું થતા રાજપીપળાથી દેડિયાપાડા જતી તમામ બસો પુનઃ શરૂ થતા મુસાફરો ને રાહત થઈ છે
   મળતી માહિતી મુજબ મોવીથી દેડિયાપાડાના યાલ ગામ વચ્ચે આવતી નદી ઉપર બનાવેલ કામચલાઉ નાળુ બે વાર તૂટી ગયા બાદ હાલ માં પણ કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદ પડતા યાલ ગામની નદી માં પાણી નો પ્રવાહ વધતા કામચલાઉ નાળુ તૂટી શકે તેમ હોય રાજપીપળા એસટી ડેપોના સત્તાધીશો મુસાફરોની સાવચેતી માટે કોઈ જોખમ નહીં લેતા રાજપીપળાથી દેડિયાપાડા જતી 6 રૂટ ની બસો સદંતર બંધ કરી હતી પરંતુ આજે વરસાદે થોડોક વિરામ લેતા અને યાલ ગામની નદીના પાણી ઓસરતાં રાજપીપળા થી દેડિયાપાડા જતી તમામ એસટી બસો આજથી ફરી શરૂ કરવામાં આવી હોય એ તરફ જતા આવતા મુસાફરો ને રાહત થઈ છે.

(9:51 PM IST)