News of Monday, 25th August 2025
રાજપીપળા એસટી ડેપોની ૧૧ બસો અમદાવાદ પીએમના કાર્યક્રમ માં મોકલતા મુસાફરો અટવાયા
રાજપીપળાથી કિર્તી સ્તંભ(વડોદરા) સહિત અન્ય રૂટની બસો રદ કરતા રાજપીપળા ડેપોમાં મુસાફરોની ભીડ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા એસટી ડેપોની અગિયાર બસો અમદાવાદ પીએમના કાર્યક્રમમાં જતા રાજપીપળાથી જતા મુસાફરો અટવાયા હતા
અમદાવાદ ખાતે પીએમ મોદી નો કાર્યક્રમ હોય અનેક જિલ્લાઓમાંથી એસટી બસો આ કાર્યક્રમ માટે મંગાવી છે જેમાં રાજપીપળા એસટી ડેપો ની ૧૧ બસો અમદાવાદ મોકલાતા રાજપીપળાથી અન્ય શહેરોમાં જતા મુસાફરો ઓછી બસો હોવાના કારણે અટવાઈ પડ્યા હતા, જાણવા મળ્યા મુજબ રાજપીપળાથી કિર્તી સ્તંભ (વડોદરા) સહિતના અન્ય રૂટની બસો કેન્સલ કરતા બહાર જવા નિકળેલા મુસાફરો ની રાજપીપળા ડેપો ખાતે ભીડ જોવા મળી હતી, કેટલાક રૂટ પર તો મુસાફરો વાયા વાયા થઈ જવા મજબૂર બન્યા હતા.
જોકે કેટલાક અટવાયેલા મુસાફરો નું કહેવું હતું કે છાસવારે સરકારી કાર્યક્રમોમાં એસટી બસોનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે મુસાફરો તકલીફમાં મુકાઈ છે તો સરકારી કાર્યક્રમો માટે સરકારે અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો વર્ષોથી ચાલતી આ નીતિમાં મુસાફરો મુશ્કેલી માં મુકાઈ છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
