News of Monday, 25th August 2025
બીમાર મહિલા સ્વસ્થ થતા ભાદરવા દેવ ભાથીજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં મૃત હાલતમાં મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ મંદિર પાસે મહિલા મૃત હાલતમાં મળતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર મરનાર કોકીલાબેન રમેશભાઈ ભીલ ( ઉં.વ.૫૬ ) ( રહે. દેવલીયા ટેકરા ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ બિમાર પડ્યા હતા ત્યારબાદ હાલમા તેઓ સ્વસ્થ થતા ભાદરવા દેવ ભાથીજીના મંદિરે દર્શન કરવા આવ્યા હોય પરંતુ શરીરે કમ શક્તિ થવાના કારણે ભાદરવા દેવ ભાથીજીના મંદિરની દુકાનના ઓટલા ઉપર તેઓ મૃત હાલતમાં મળી આવતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
