<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

દેડીયાપાડાની ઈનરેકા સંસ્થા ખાતે બીજેપીના જનપ્રતિનિધિઓ સાથે સાંસદ મનસુખભાઈ વસાવાએ બેઠક કરી

ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ૧૯ જેટલા ગુના પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે છતાં તેમના મળતિયાઓ તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે : મનસુખભાઈ વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાની ઈનરેકા સંસ્થા ખાતે બીજેપી જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો, હોદ્દેદારઓ સાથે સાંસદ મનસુખભાઈ વસાવાએ  બેઠક કરી જેમાં સાંસદએ સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

   સાંસદે જણાવ્યું કે આ ચોમાસા સત્રમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવા અને ગુનાહિત પ્રવૃતિને ડામવા 130મું સંવિધાન સંશોધન બિલ લાવ્યા છે  જેમાં ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી, મંત્રીઓ અને મુખ્યમંત્રીને હટાવવા માટેના સંશોધન બિરદાવા પાત્ર છે.ત્યારે આપણે પણ રાજકારણ માં ગુનાહિત પ્રવૃતિઓ ડામવા આગળ આવવું પડશે, આપણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરે છે અને પ્રજામાં સાહુકાર બનવાના પ્રયાસો કરે છે, ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ૧૯ જેટલા ગુના પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે છતાં તેમના મળતિયાઓ તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. આના માટે આપણે લોકોની વચ્ચે જઈને એમની સમક્ષ સાચી વાત મૂકવી પડશે. સોશિયલ મીડિયામાં ખોટા આરોપો મૂકનારાઓની સામે પણ આપણે જવાબ આપી સાચી વાતથી પ્રજાને વાકેફ કરવી પડશે. આદિવાસીઓના પ્રશ્નો જેમાં સરકાર દ્વારા મોટાભાગની જંગલની જમીન આપવામાં આવી છે પરંતુ જે પેન્ડિંગ છે એના પરના હક્ક આદિવાસીને મળે, નર્મદા તથા ઉકાઈનું પાણી સાગબારા-ડેડીયાપાડા તાલુકાને મળે અને ગંગાપુર ડેમ જે ૧૫ વર્ષથી પેન્ડિંગ છે તે તાત્કાલિક બનાવવાં સરકારે આગળ આવવું જોઈએ અને તેના માટે તેમણે સૌ કાર્યકર્તાઓએ આગળ આવી સહિયારા પ્રયાસો કરવા જોઈએની વાત કરી અને  માગ્યા વગરમાં પણ પિરસતી નથી તેમ બધાએ સરકારમાં  હક્ક અને અધિકાર માટે સામૂહિક રીતે રજૂઆત કરવી પડશે તેમ જણાવી ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય કે મંત્રીને પણ આગળ આવવા આહવાન કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને  સરકારની વિરૂદ્ધ ઉશ્કેરે છે. પ્રજાની વચ્ચે જઈને આપણે આપણી રાજ્ય સરકાર અને ભારત સરકારે કરેલા પ્રજાલક્ષી મહાન કાર્યો વિશે લોકોને વાકેફ કરવા પડશે. યુવાનોમાં સકારાત્મક વાતો મૂકી રોજગાર તરફ વાળવા જોઈએ અને આ કાર્ય માટે જિલ્લા અને તાલુકા સંગઠનના આગેવાનો તથા જિલ્લા  અને તાલુકા પંચાયત સભ્યોએ લોકોની વચ્ચે જઈને સાચી વાતથી માહિતગાર કરવા પડશે તેમ સાંસદ મનસુખભાઈ વસાવા એ ઉમેર્યું હતું

(10:06 PM IST)