તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 25th August 2025
બોરિદ્રા-મોટી ભમરી ગામ ખાતે NCD સ્ટેપ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
લાભાર્થીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ હેઠળ બ્લડ પ્રેશર તથા શુગરની તપાસ કરાઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીના માર્ગદર્શન અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે. ઓ. માઢકના નેતૃત્વમાં તા.૨૫મીએ નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના બોરિદ્રા ગામ તથા મોટી ભમરી ગામ ખાતે NCD સ્ટેપ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
આ સર્વે દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના લાભાર્થીઓના યુરિન તથા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે જ અન્ય ઉપસ્થિત લાભાર્થીઓની બ્લડ પ્રેશર તથા શુગરની તપાસ પણ કરવામાં આવી હતી.
સમગ્ર કામગીરી આરોગ્ય શાખા-જિલ્લા પંચાયત નર્મદા, GMERS મેડિકલ કોલેજ, રાજપીપલા તેમજ AIIMS રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના આરોગ્યલક્ષી સર્વે થી ગામડાં સ્તરે લોકોના આરોગ્ય વિશે વિગતવાર માહિતી એકત્ર થાય છે તથા ભાવિ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
