<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ઉકાઇ ડેમનું જળસ્તર 335 ફૂટે પહોંચતા 3 દરવાજા ખોલાયા : કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમના દરવાજા ખોલાતા નાગરિકોને કાંઠાના વિસ્તારોમાં ન જવાની અપીલ

સુરત : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઇ ડેમનું જળસ્તર 335 ફૂટે પહોંચતા 3 દરવાજા ખોલાયા છે. જેના પગલે કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાપીના ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ નાગરિકોને કાંઠાના વિસ્તારોમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉકાઇમાંથી પાણી છોડાતા તાપી નદીનું જળસ્તર વધી શકે છે.

મહત્વનું છે કે હાલમાં હાલ ડેમમાં 40 હજાર 194 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની હાલની જળસપાટી 335 ફૂટ, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા હોવાથી તંત્ર પૂરજોશમાં તત્પર છે અને સાતત્યપૂર્ણ દેખરેખ રાખી રહી છે

(10:21 PM IST)