News of Monday, 25th August 2025
પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં 2 મહિલાનું મોત
પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોરનું અકસ્માતમાં મોત: ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી

વડાપ્રધાન મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.
પીએમ મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એકટીવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઈમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારી હતી.જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઇજા થઈ હતી.ત્યાં હાજર પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં જ બંનેને સેલબી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જોકે ગંભીર ઇજાના કારણે બંનેનું હોસ્પિટલમાં જ મોત થયું હતું.સમગ્ર બનાવવા અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, અકસ્માત અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવશે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
