<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું: રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવાશે

ANTF યુનિટ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે : આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગાંધીનગર: ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું હાથ ધરવામાં આવ્યું છે. NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ANTF યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે 'cutting edge level'ની કાર્યવાહી થશે.

ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે. જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 PI સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. ANTF યુનિટ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

(12:48 AM IST)