તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 26th August 2025
નિવૃતિના છેલ્લા ૭ દિવસ માટે પ્રદીપસિંહ જાડેજાને SRP વડા તરીકે રાજકોટમાં ફરજ બજાવવાની તક આપી
રાજપૂત સમાજ સાથે સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર એસપી લેવલના અધિકારીની ઇચ્છા રાજ્ય સરકારે અંતે પૂર્ણ કરી

મૂળ રાજકોટ તાલુકાના સૂકી સાજડીયાળીના વતની એવા અધિકારીએ રાજકોટના વેપારીના ચકચારી અપહરણ કેસ, ભાવનગરના ત્રિપલ મર્ડર કેસના આરોપીઓ ઝડપવા સાથે અનેક સામાન્ય લોકોના ઘર ખાલી કરાવી આપી, જરૂરિયાતમંદ પરિવારની માંદગીમાં મદદ, ફી ની સુવિધા કરી આપેલઃ વતનમાં ફરજ બજાવવા અદમ્ય ઇચ્છા છેલ્લે છેલ્લે સંતોષાઈઃ રસપ્રદ કથા
રાજકોટ, તા. ર૬: મૂળ રાજકોટ તાલુકાના સૂકી સાજડીયાળી ગામના વતની અને આખું પરિવાર ખૂબ શિક્ષિત, અને સંબંધો અને પોતાની સખાવટ માટે જાણીતા એવા જાડેજા પરિવારના પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ આખરે પોતાના વતનમાં ફરજ બજાવવાની ઇચ્છા પૂર્ણ થયેલ છે. રાજકોટ એસ.આર.પી. ગ્રૂપ ૧૩ના કમાન્ડન્ટ તરીકે ચાર્જ સાંભળી લીધો છે.
અત્રે એ યાદ રહે કે ૩૧મી મેના રોજ ૧૬ DYSP લેવલના અધિકારીઓને એસપી લેવલે બઢતી મળતા આ લોકપ્રિય અધિકારીને પણ ડેપ્યુટી પોલીસ કમિશનર પદે પોતાની મૂળ જગ્યાએ અર્થાત્ અમદાવાદની જે ડિવિઝનની જગ્યા અપગ્રેડ કરી નાયબ પોલીસ કમિશનર બનાવાયેલ.
૧૯૯૩ બેચના ડાયરેક્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયેલ આ અધિકારીએ સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા શહેર, જુનાગઢ જીલ્લા સહિત શાનદાર ફરજ બજાવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ. રાજકોટના વેપારીના ચકચારી અપહરણ કેસના આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પકડવામાં, ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસના આરોપીઓને પકડવા સહિત સંખ્યાબંધ કેસમાં આરોપી પકડવા સજા સુધી ફૂલપ્રૂફ કાર્યવાહી કરાવવામાં ખૂબ સિંહ ફાળો આપેલ. અનેક સામાન્ય લોકોના દબાણ થયેલ મિલકતો પરત અપાવવા, જરૂરિયાતમંદ વિધાર્થીઓનો ફી માફી કે ઓછી કરાવવાની વ્યવસ્થા, સામાન્ય લોકોની ગંભીર બીમારીમાં ઇલાજ દવા સહિતની મદદ પણ આ અધિકારીએ કરી આપેલ.
૩૧ ઓગસ્ટે નિવળત થતા આ ડીસીપી લેવલના અધિકારીને પોતાના વતનમાં ફરજ બજાવવાની ખૂબ ઈચ્છા હતી, નિવળતિના ૭ દિવસ માટે સરકારે તેમની યશસ્વી કારકિર્દી ધ્યાને રાખી પૂર્ણ કરી SRP ગ્રુપ ૧૩ ઘંટેશ્વર રાજકોટ ખાતે સેનાપતિ પદે સેવા કરવાની તક સાથે નિમણૂક કરી પૂરી પાડી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
