<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

રાજ્‍યના ૩૧ જીલ્‍લાના ૧૫૨ તાલુકાઓમાં ૧ થી ૪ ઇંચઃ વિજયનગર ૪ ઇંચ, ખેરગામ અને ઉમરપાડા ૩.૫ ઇંચ

આહવા અને મેઘરજ ૨.૫ ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૫.૭૧ ફૂટે પહોંચી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  ભાદરવા માસના આરંભથી મેઘરાજા હળવાતો પડ્‍યા છે પરંતુ સાર્વત્રિક ધીમી ધારે વરસી રહ્યા છે જેને પગલે ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્‍યમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ૩૧ જીલ્‍લાના ૧૫૨ તાલુકા ઓમાં ઝરમર થી ૪ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેની સાથે રાજ્‍યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૫.૦૪%નોંધાયો છે.

ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૫.૭૧ ફૂટે પહોંચી છે ડેમ માં ૬૭૫૮૪ ક્‍યુસેક પાણી ની આવક સામે એટલુંજ એટલે કે ૬૭૫૮૪ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો  વિજયનગર ૧૦૧ મીમી, ખેરગામ ૮૧ મીમી, ઉમરપાડા ૭૯ મીમી, આહવા ૬૨ મીમી, મેઘરજ ૬૦ મીમી, વરસાદ નોંધાયો છે. જ્‍યારે મોડાસા ૫૯ મીમી, વલસાડ ૫૮ મીમી, નિઝર ૫૬ મીમી, બાલાસિનોર ૫૪ મીમી, ધરમપુર ૫૩ મીમી, સોનગઢ ૫૨ મીમી, વઘઇ ૫૧ મીમી, કપડવંજ ૪૯ મીમી, દાંતા ૪૫ મીમી, વાંસદા ૪૪ મીમી, પોસીના ૪૧ મીમી, સાગબારા ૪૦ મીમી, અંકલેશ્વર અને ચીખલી ૩૯ મીમી, વડાલી ૩૮ મીમી, માંડવી ૩૭ મીમી, પલસાણા અને સુબીર ૩૪ મીમી કપરાડા અને લુણાવાડા ૩૧ મીમી, ડેડીયાપાડા અને કુકરમુંડા ૨૬ મીમી, તો ખેડબ્રહ્મા ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍ય ના ૧૨૩ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.(૩૮.૨૧)

 

(1:53 PM IST)