<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ભાભરના અબાળામાં જૂથ અથડામણ કેસમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના 27 લોકોની સામસામે ફરિયાદ

જૂથ અથડામણમાં સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા : ભાભર પોલીસે બંને પક્ષને ફરિયાદ લઈ 27 લોકો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના ભાભરના અબાળા ગામે જૂથ અથડામણના કેસમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના 27 લોકોની સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  સરપંચના પતિ અને સરપંચના બંને પુત્ર સહિત 16 લોકો વિરોધ નોંધાવી પૂર્વ સરપંચના પરિવારે ફરિયાદ કરાઈ છે. પૂર્વ સરપંચના પુત્ર સહિત 11 લોકો સામે નોંધાવી છે  સરપંચના પરિવારે ફરિયાદ. 24 ઓગસ્ટના દિવસે અગાઉના મન દુઃખના વિવાદમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો સામસામે આવી ગયા હતા  જૂથ અથડામણમાં સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા  ભાભર પોલીસે બંને પક્ષને ફરિયાદ લઈ 27 લોકો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:24 PM IST)