<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ગાંધીનગરના સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાયું 96,234 ક્યુસેક પાણી :અમદાવાદના 19 વિસ્તારો એલર્ટ

સુભાષ બ્રિજ ખાતેથી વાઈટ સિગ્નલ એલર્ટ અપાયું :તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ .

અમદાવાદના વાસણા બેરેજમાંથી, સાબરમતી નદીમાં 96 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજાથી ફ્રી ફ્લો પાણી વહી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા, વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર વધતા નદીનું જળસ્તર પણ વધ્યું છે. 

  હાલ સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતીમાં છોડવામાં આવી રહ્યો છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીમાં ક્રમશઃ વધારો થઈ શકે છે . સુભાષ બ્રિજ ખાતેથી વાઈટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નદીકાંઠાના નીચાણવાળા 19 વિસ્તારોમાં એલર્ટ અપાયું છે . પાલડી, જુનાવાડજ, નવાવાડજ, ગ્યાસપુર એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજ વિસ્તાર, પીરાણા, પીપળજ, ગોપાલપૂર, શાહવાડી, કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા અને શાહપુર વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે 

(12:24 PM IST)