<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાઇકોર્ટમાંથી મોટી રાહત: રોકાણકારોના નાણાં પરત ચૂકવવાની શરતે જામીન મળ્યા

8 મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઇકોર્ટ આપી રાહત:સમયાંતરે રોકાણકારોનાં નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી અપાઈ છે બાહેંધરી

અમદાવાદ : BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે. શરતોને આધારે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં છે. 8 મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઇકોર્ટ મોટી રાહત આપી છે, રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાહેંધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી  છે. પ્રથમ તબક્કે BZ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રૂપિયા 5 કરોડ જમા કરાવ્યા છે.. સમયાંતરે રોકાણકારોનાં નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી બાહેંધરી અપાઈ છે 

(1:53 PM IST)