તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 26th August 2025
૧પ મી ગુજરાત શોતોકોન કરાટે ચેમ્પીયનશીપનું આયોજન : ર૮ જીલ્લામાંથી ૧ર૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો
પ્રવર્તમાન સમયમાં શિસ્ત સાથે સ્વરક્ષણ લાવવા માટે બાલ્યાવસ્થાથી જ કરાટેના પાઠ ભણાવવા વાલીઓને ફિટ ઇન્ડીયા મુવમેન્ટના ડો.અર્જુનસિંહ રાણાની અપીલ

રાજકોટઃ ગુજરાતના આણંદ ખાતે ૧૫મી ગુજરાત શોતોકોન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૫ નું આયોજન થયું હતું. જેમાં ગુજરાતના ૨૮ જિલ્લામાંથી ૧૨૦૦ જેટલા ખેલાડીઓએ ૨૩૦ જેટલી કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ ચેમ્પિયનશિપમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પુર્વ વાઇસ ચાન્સલેસર અને રાજકોટ સદગુરુ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.અર્જુનસિંહ રાણા ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે સમારંભમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં હાજર ખેલાડીઓના વાલીઓને નમ્ર અપીલ છે કે તેમના બાળકોને કરાટે અથવા જુડો જેવી રમતમાં સક્રિય કરી તેમના જીવનમાં શિસ્ત અને સ્વરક્ષણ લાવે. કરાટેમાં છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત એવા કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના કલ્પેશ ખત્રી તથા તેમની ટીમે આ ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
