<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સાબરમતીને અસર કરતાં 6 જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ભયજનક સ્થિતિ

ધોળકાના સરોડા ગામમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.: જૂના બ્રિજ પર વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ

અમદાવાદ :  ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના ધોળકાના સરોડા ગામમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું, જે બાદ હવે ગામમાં પૂરના પાણી ગમે તે ઘડીએ પ્રવેશે તેવી સ્થિતિ છે. ગામજનોને સાવધાન રહેવા સૂચના તો આપી દેવાઈ છે. સાથે જ સરોડા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે પણ કહેવાયું છે

  સ્થિતિની ગંભીરતા જોતા, સરોડા ગામને જોડતા જૂના બ્રિજ પર વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મુકીને બંધ કરી દેવાયું છે. જો કે, હાલ નદીના પાણીએ ખેતરો અને રસ્તાઓ પર જ કબજો જમાવી જ લીધો છે. ખેડૂતો તેમના મહામુલા પાકને પાણીમાં નાશ થતો લાચાર નજરે જોઈ રહ્યા છે.

(7:05 PM IST)