<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

વડોદરામાં બુરખો પહેરીને ફરતો સાયબર ક્રાઇમનો આરોપી ઝડપાયો

સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી મોનીશ પીરઝાદાની ધરપકડ

વડોદરા શહેરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી મોનીશ પીરઝાદાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરીને બુરખો પહેરીને ફરતો હતો. 

 પોલીસને બાતમી મળી હતી કે આરોપી મોનીશ પીરઝાદા નવાબવાડા સ્થિત પોતાના મકાને આવવાનો છે. આ માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. ધરપકડ સમયે તેણે બુરખો પહેરીને પોતાનો વેશ બદલી નાખ્યો હતો. આ પ્રકારે વેશપલટો કરીને છુપાયેલા આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને હવે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:51 PM IST)