News of Tuesday, 26th August 2025
અમદાવાદ CID ક્રાઇમ દ્વારા વટામણ-ધોળકા હાઇવે પરથી 3.69 કરોડના એમ્બરગ્રીસ સાથે એક આરોપીની ધરપકડ
આરોપી એમ્બરગ્રીસનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો: સીઆઇડી દ્વારા આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા પ્રયાસ

અમદાવાદ CID ક્રાઇમે વટામણ-ધોળકા હાઇવે પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી 3.69 કરોડ રૂપિયાનો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો છે. આ આરોપી એમ્બરગ્રીસનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. એમ્બરગ્રીસને "ફ્લોટિંગ ગોલ્ડ" તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ મોંઘા અત્તરો બનાવવા માટે થાય છે. કાયદા મુજબ, એમ્બરગ્રીસનું વેચાણ અને ખરીદી ગેરકાયદેસર છે કારણ કે તે લુપ્તપ્રાય દરિયાઈ જીવ વ્હેલમાંથી મળે છે. CID ક્રાઇમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા પ્રયાસ કરી રહી છે. આ ધરપકડ એક મોટા ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરી શકે છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
