તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
સાબરમતી નદી ઓવરફ્લો થતા ખેડા-ધોળકા હાઇવે પાણીમાં ગરકાવ: નદીના પાણી રોડ પર ફરી વળ્યાં
હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સાબરમતી નદી ઓવરફ્લો થતાં ખેડા જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે. ખેડા-ધોળકા હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાઇવે પાણી પાણી થઈ ગયો છે. આ ઘટનાને કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે, અને કેટલાક વાહનો તો પાણીના પ્રવાહમાં તણાઈ પણ ગયા છે. હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ તાત્કાલિક લોકોની મદદ માટે પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા વાહનચાલકો અને મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જેથી જાનહાનિ ટાળી શકાય. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
