<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

વિદેશથી આયાત થનાર કપાસના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા આપનું નર્મદા કલેક્ટરને આવેદન

અમેરિકાનું ભારત ઉપર જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંકને ક્યાંક વશ થઇ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોવાનો આવેદનમાં આક્ષેપ

(  ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીએ વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

    નર્મદા જિલ્લા આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માંગે  છે કે તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે, અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ધા સમાન છે અમે વડાપ્રધાને  આપેલું વચન પણ યાદ કરાવવા માગીએ છીએ કે એમને અગાઉ પણ કહ્યું હતું અને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને જાહેર કર્યુ હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ, પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણા વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસ માં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઇ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરીયાત વાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રાપયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે.
હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વશ થઇ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એવું અમને લાગે છે ભારત સરકારનો આ નિર્ણય ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોની તદ્દન વિરુદ્ધ છે અમારી આપની પાસે સ્પષ્ટ માંગણી છે કે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે અમારી માહિતી મુજબ ભારત સરકારે જે ટેકાનો ભાવ જાહેર કરેલો છે એના કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળી શકે એવી સ્થિતિ છે એવી સ્થિતિમાં આ સમયએ કપાસની બહારથી આયાત કરી ખેડૂતો ને આર્થિક નુકસાન પહોચાડવાનું કૃત્ય થઇ રહ્યું છે.
અમને આશા છે કે ખેડૂતોના હિતમાં ભારત સરકાર પોતાનો આ નિર્ણય રદ કરી ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. કટિબદ્ધ હોવાનું આપેલું વચન પાળશે જો આમ નથી થતું તો અને ભારત સરકાર પોતાના નિર્ણયને વળગી રહે છે તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેશના ગુજરાતના ખેડૂતોના હિતો માટે સંઘર્ષનો રસ્તો અપનાવશે માટે આ નિર્ણય ભારત સરકાર તાત્કાલિક રદ કરે તેવી માંગ કરાઇ છે.

(9:54 PM IST)