તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 26th August 2025
કોલવાણ ગામથી રૂ.૨.૮૮ લાખના દારૂના કવાટરીયા સાથે એક શખ્સને પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પી.આર.પટેલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ આગામી ગણપતીના તહેવાર અનુસંધાને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા આપેલ સુચનાઓ અનુસંધાને વિરલ ચંદન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન રાજપીપલા તથા સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એસ.આઇ મોતીરામ સંજયભાઇ બ.નં.૭૮૦ સાગબારા પોલીસ સ્ટેશન નાઓને ચોક્કસ બાતમી મળેલ કે કોલવાણ ગામે રહેતો બાદલભાઇ વણકરભાઇ વસાવાએ પોતાના ઘરમાં ગે.કા. રીતે દારૂનો મોટો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે અલગ-અલગ ટીમો બનાવી બાતમીવાળા ઘરમા તપાસ કરતા બાદલભાઇ વસાવા ને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના પ્લા.ના ક્વાટરીયા નગ-૧૯૨૦ કી.રૂ.૨,૮૮,૦૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઈલ નંગ.૧ કી.રૂ. ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨.૯૩ લાખના મુદામાલ સાથે પકડી પાડી, તેમજ (૧) રાકેશ વસાવા ( રહે.મોલગી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી બંને વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કર્યો છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
