<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

દેડિયાપાડા, સાગબારા અને સેલંબાના વેપારીઓએ ત્રણ પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચાલકોને હેરાન કરી પૈસા ઉઘરાવી શોષણ કરતી હોવાની સાંસદ ને રજૂઆત

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ખાતે આવેલી ઇનરેકા સંસ્થાન ખાતે આવેલા સાંસદ મનસુખભાઈ વસાવાને દેડિયાપાડા વેપારી એસોસિયેશન પ્રમુખ ડી.જી. શાહ, રાજુભાઇ અગ્રવાલ, જયેશ અગ્રવાલ અને દેડિયાપાડા નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા અને અન્ય વેપારીઓએ દેડિયાપાડા, સાગબારા અને સેલંબાના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.  જેમાં સેલંબા બોર્ડર, સાગબારા બોર્ડર અને બેડા કંપની પાસે પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટ મૂકી વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવીને શોષણ કરવામાં આવે છે. એવો આક્ષેપ વેપારીઓએ કર્યો હતો. વાહનચાલકોને પોલીસ હેરાન કરે છે. એવી રજૂઆત કરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ આ વિષય સંદર્ભે  ભરૂચ અને નર્મદા જિલ્લા પોલીસને યોગ્ય રજૂઆત કરી પોલીસ અધિક્ષકનું ધ્યાન દોરીશ એમ તેમણે જણાવ્યું હતું.

(10:06 PM IST)