News of Tuesday, 26th August 2025
સરખેજમાં બાકરોલના ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા
ઉપરવાસમાંથી પાણી છોડાતા ખેતરોમાં જાણે કે તળાવ બની ગયા : ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

અમદાવાદ : સાબરમતીના પાણી અમદાવાદ જિલ્લાના અનેક ગામો માટે મહા-મુસીબત બન્યા છે અને આ પાણી ખેડૂતોને રડાવી રહ્યા છે. સાબરમતીમાં આવેલા પૂરે આસપાસમાં તબાહી સર્જી છે. પૂરની તારાજીના આ દૃશ્યો બાકરોલના છે. જ્યાં નદીના પાણીએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. ખેડૂતોને રડાવી દીધા છે.
સરખેજમાં બાકરોલના ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ખેતરોમાં જાણે કે તળાવ બની ગયા છે. ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. દૂધી, રીંગણા અને ચોળી જેવા શાકભાજીના પાક બળી જાય તેવી સ્થિતિ છે. નદીના પટમાં આવેલા ખેતરોની સ્થિતિ અત્યંત દયનિય બની છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
