<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

નવરાત્રિમાં મંત્રીમંડળનું વિસ્‍તરણ શક્‍ય, ૩થી ૫ પડતાં મૂકાશે! ૫ થી ૭ સામેલ કરાશે

નરેન્‍દ્રભાઈ મોદી સાથે ૨૫મીની રાત્રે ભુપેન્‍દ્રભાઈની બંધ બારણે ચર્ચા, પ્રદેશ અધ્‍યક્ષના સંકેત બાદ અટકળો શરૂ : આજની સંવત્‍સરીની રજા બાદ, ૨૮મી ઓગસ્‍ટથી ૫મી સપ્‍ટેમ્‍બર સુધી સારા દિવસો

અમદાવાદ,તા.૨૭: પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર. પાટીલે (૧) નવા પ્રદેશ પ્રમુખની વરણી અને (૨) મંત્રીમંડળના વિસ્‍તરણ અંગે આપેલા સંકેતને પગલે સચિવાલયમાં માહોલ ગરમાયો છે. ૨૫-૨૬મીના બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ૨૬મીની બપોરે દિલ્‍હી પરત રવાના થયા છે. જોકે, તે અગાઉ ૨૫મી રાત્રે તેમના રાજભવન ખાતેના રોકાણ દરમ્‍યાન તેમણે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી. ૨૬મીની સવારે સી.આર.પાટીલ પણ તેમને મળ્‍યા હતા. આ તબક્કે મંત્રીમંડળનું વિસ્‍તરણ તો હવે, નિヘતિ મનાય છે ત્‍યારે સ્‍વર્ણિમ સંકુલ-૧ અને ૨માં ક્‍યાંક ખુશી તો ક્‍યાંક ગમનો માહોલ માલૂમ પડે છે. જોકે, મંત્રીમંડળના વિસ્‍તરણને કેટલાક કારણોસર હાલને તબક્કે મેળ બેસે એમ નથી કેમકે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્‍સરી જેવા તહેવારો છે એટલે રાજ્‍ય સરકારમાં સંવત્‍સરીની રજા છે. ૭મી સપ્‍ટેમ્‍બરથી શ્રાવ્‍યની શરૂઆત થશે, જેની સમાપ્તિ ૨૧મી સપ્‍ટેમ્‍બરે થશે અર્થાત શ્રાધ્‍ધની સમાપ્તિ સાથે જ શરૂ થનારી નવરાત્રિ દરમ્‍યાન જ રાજ્‍યને નવું મંત્રીમંડળ જોવા મળી શકે છે.

આઉપરાંત ૮, ૯, ૧૦મી સપ્‍ટેમ્‍બરના ૩ દિવસ માટે રાજ્‍ય વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. જેમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ, પ્રશ્નોત્તરી ઉપરાંત સરકારી વિધેયકો અને અન્‍ય સરકારી કામકાજ ચર્ચામાં લેવાના છે ત્‍યારે હાલ કાર્યરત તમામ મંત્રીઓ તેની તૈયારી-પૂર્વ તૈયારીઓ માટેની મીટિંગોમાં વ્‍યસ્‍ત થવાના છે. એટલે એમ મનાય છે કે, મંત્રીમંડળનું વિસ્‍તરણ શ્રાધ્‍ધ પક્ષની સમાપ્તિ બાદ જ શક્‍ય બની શકે છે. જ્‍યારે કેટલાક સૂત્રો ૨૮મી, ઓગસ્‍ટથી ૫મી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન પણ મંત્રીમંડળના વિસ્‍તરણની શક્‍યતા જોઈ રહ્યા છે. જોકે, સત્તાવાર જાણ કોઈને પણ નથી.

સામાન્‍ય રીતે ગુજરાત વિધાનસભાના કુલ ૧૮૨ ધારાસભ્‍યોની સંખ્‍યાના ૧૫ ટકા લેખે આશરે ૨૭ મંત્રીનું મંત્રીમંડળ હોઈ શકે છે, જે હાલ ૮ કેબિનેટ અને ૮ રાજ્‍ય કક્ષાના મંત્રીઓ ઉપરાંત એક મુખ્‍યમંત્રી મળીને ૧૭નું સંખ્‍યાબળ ધરાવતું મંત્રીમંડળ છે. હવે, એમ સમજાય છે કે, મંત્રીપદે જેમની કામગીરી સંતોષજનક જણાઈ નથી તેવા ૩થી ૫ મંત્રીને નવા વિસ્‍તરણ વખતે પડતા મૂકાઈ શકે છે, જ્‍યારે અન્‍ય ૫થી ૮ નવા ચહેરાને સામેલ કરાય તેવી શક્‍યતા છે. મંત્રીમંડળના હાલના ૧૭ના કદમાં સંભવતઃ ૩-૪નો વધારો સંભવ જણાય છે

કોંગીજનોને ભાજપમાં આવેલા મંત્રીપદુ મળી શકે છે

વર્ષ ૨૦૨૨માં ૧૫૮ બેઠકો ઉપર ભવ્‍યાતિભવ્‍ય વિજય પ્રાપ્ત કરનાર મુખ્‍યમંત્રી અને ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વ હેઠળ સેવારત થયેલી વર્તમાન રાજ્‍ય સરકારના મંત્રીમંડળના વિસ્‍તરણ અંગે છેલ્‍લા કેટલાક સમયથી ચર્ચા વેગીલી બની હતી. કોંગ્રેસના કેટલાક ધારાસભ્‍યો ભાજપમાં સામેલ થઈને ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા એટલે તેમને નવા મંત્રીમંડળમાં સ્‍થાન અપાશે તે પણ નિヘતિ માનવામાં આવી રહ્યુ છે.

(11:07 AM IST)