News of Wednesday, 27th August 2025
નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી: ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો
ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક: ડેમમાંથી નદીમાં 48 હજાર 635 ક્યુસેક પાણીની જાવક :સતત પાણીની આવકના પગલે વીજ મથકો ચાલુ

અમદાવાદ : ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે. જ્યારે ડેમમાંથી નદીમાં 48 હજાર 635 ક્યુસેક પાણીની જાવક થવા પામી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હવે ભયજનક સપાટી માત્ર 3.33 મીટર જ બાકી છે. સતત પાણીની આવકના પગલે વીજ મથકો ચાલુ રખાયા છે. નર્મદા ડેમ 89 ટકા ભરાયો છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઓસર્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નદીના પાણી ઓસર્યા છે. પાણી ઓસરતા રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરાઈ છે. શહેરીજનો માટે રિવરફ્રન્ટ વોક વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રિવરફ્રન્ટના વોક વે પર ફોગીંગ અને સફાઈ શરૂ કરાઈ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
