<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની ઉજવણી સમિતિના ઇન્‍ચાર્જ તરીકે જયસિંહ ચૌહાણની વરણી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના જન્‍મદિવસની સેવાકીય પ્રકલ્‍પો સાથે ૧૭ સપ્‍ટેમ્‍બરથી : ૨ સપ્‍ટેમ્‍બર સુધી પખવાડિક ઉજવણી સમિતિની ભાજપ દ્વારા રચના કરવામાં આવી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૬ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫ માં જન્‍મદિવસની પખવાડિક ઉજવણી કરવામાં આવશે જેના માટે ગુજરાત ભાજપ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે જેના ઇન્‍ચાર્જ તરીકે જયસિહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની વિવિધ સેવાકીય પ્રકલ્‍પો સાથે પખવાડીક ઉજવણી કરવામાં આવશે.

આ માટે એક સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે જેના ઇન્‍ચાર્જ તરીકે પૂર્વ સાંસદ, પૂર્વ શિક્ષણ મંત્રી, પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્‍યક્ષ જયસિંહ ચૌહાણને ગુજરાતના ઇન્‍ચાર્જ બનાવવામાં આવ્‍યા છે તેમની સાથે યુવા મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ પ્રશાંતભાઈ કોરાટ અને તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરિયાને પણ સ્‍ટેટ ઇન્‍ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત તેમની સાથે સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રભારી હિંમતભાઈ પડસાલા, યુવા મોરચાના પૂર્વ સેક્રેટરી કુલદીપસિંહ સોલંકી અને ભાવનગર શહેરના પૂર્વ પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્‍યાને સહ ઇન્‍ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આગામી ૧૭ સપ્‍ટેમ્‍બર થી ૨ સપ્‍ટેમ્‍બર સુધી નરેન્‍દ્રભાઈના જન્‍મદિવસ નિમિત્તે રાજ્‍યમાં સળંગ ૧૫ દિવસ સુધી સેવાકીય પ્રકલ્‍પો સાથે ઉજવવાનું ભાજપે જાહેર કર્યું હોય આ સમિતિની રચના કરવામાં આવી છે.

(11:59 AM IST)