<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

શું હવેની કેબિનેટ બેઠક નવા મંત્રીમંડળ સાથે મળશે ?

આજે મળેલ કેબિનેટ બેઠક પાંચ થી છ મંત્રીઓની સંભવિત અંતિમ બેઠક રહેશે

 (વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા. ૨૬:  દર બુધવારે સવારે મળતી કેબિનેટની બેઠક ગણેશ ચતુર્થીની રજા હોય અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના આજના ગુજરાત પ્રવાસને લીધે કેબિનેટની બેઠક સાંજે ૫ વાગ્‍યે મળી હતી જેમાં રાજ્‍યમાં તાજેતરમાં પડેલ વરસાદને લીધે થયેલ નુકસાની અને નરેન્‍દ્રભાઈના જન્‍મદિવસની પખવાડીક ઉજવણીની સહિતની ચર્ચાઓ અને પ્રશ્નો હાથ ઉપર લેવાયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી અને ચર્ચાતી હકીકત મુજબ સંભવિત આગામી ૬ સપ્‍ટેમ્‍બર આસપાસ મંત્રી મંડળનુ વિસ્‍તરણ થશે જેમાં પાંચથી છ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને નવા આઠથી દસ ધારાસભ્‍યોને મંત્રી મંડળમાં સ્‍થાન મળશે તેવી પણ હાલ ચર્ચા ચાલી રહી છે જો કે અમુક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ મંત્રી મંડળનુ વિસ્‍તરણ થઈ જશે જો આવું થશે તો હવેની કેબિનેટ બેઠક નવા મંત્રીમંડળ સાથે મળશે !

ભાજપના એક આગેવાનના જણાવ્‍યા મુજબ મંત્રી મંડળનુ વિસ્‍તરણ અને પ્રદેશ ભાજપના નવા અધ્‍યક્ષની નિમણૂક વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના ગુજરાત પ્રવાસને લીધે થોડી લંબાઈ હતી હવે મંત્રી મંડળનુ વિસ્‍તરણ ટુંક સમય માંજ થશે જ્‍યારે પ્રદેશ ભાજપના અધ્‍યક્ષની જાહેરાત મંત્રી મંડળના વિસ્‍તરણ બાદ સંભવિત કરવામાં પણ આવી શકે છે.જો કે ગઈ કાલે ગાંધીનગર કમલમ ખાતે મળેલ ભાજપના સંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, જીલ્લા ભાજપના પ્રમુખો, સગઠનના હોદેદારોની બેઠકમાં પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલે ટુંક સમયમાં જ આપણે ફરી બે વખત મળીશુ તેવો સંકેત પણ આપ્‍યો હતો

(12:01 PM IST)