News of Wednesday, 27th August 2025
ખેડાના કલોલી ગામોમાં સાબરમતીના પાણીથી હાલાકી:પ્રોટેક્શન વોલની સ્થાનિકોની માંગણી
ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા: ઘરોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

ખેડા જિલ્લાના મોટી કલોલી અને નાની કલોલી ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પરિસ્થિતિથી કંટાળેલા સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી તંત્ર પાસે પ્રોટેક્શન વોલ (સુરક્ષા દિવાલ)ની માંગ કરી રહ્યા છે. તેમણે તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "અમને સહાય નથી જોઈતી, માત્ર સુરક્ષા દિવાલ આપો." સ્થાનિકોના જણાવ્યા અનુસાર, "આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ બદતર છે."
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
