News of Wednesday, 27th August 2025
સુરતના ચોક બજારમાં કાગળની થપ્પી આપીને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
ગેંગના સભ્યો લોકોના દાગીના ઉતરાવીને તેમને વાતોમાં ફોસલાવી કાગળની થપ્પીઓ આપી દેતા: પોલીસે વેશપલટો કરીને ચાવાળા અને લારીવાળા તરીકે ઠગાઈ થતા વિસ્તારમાં તૈનાત થયા

સુરતના ચોક બજાર વિસ્તારમાંથી એક એવી ઠગ ગેંગને ઝડપી પાડવામાં આવી છે, જે લોકો પાસેથી દાગીના ઉતરાવીને તેના બદલામાં રૂપિયાને બદલે કાગળની થપ્પીઓ પકડાવી દેતી હતી. આ ગેંગને પકડવા માટે પોલીસે એક અનોખી રણનીતિ અપનાવી હતી. પોલીસે વેશપલટો કરીને ચાવાળા અને લારીવાળા તરીકે ઠગાઈ થતા વિસ્તારમાં તૈનાત થયા હતા.
આ દરમિયાન, ગેંગના સભ્યો લોકોના દાગીના ઉતરાવીને તેમને વાતોમાં ફોસલાવી કાગળની થપ્પીઓ આપી દેતા હતા. પોલીસે આ ચોક્કસ મોડસ ઓપરેન્ડીને આધારે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
