તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
અમેરિકાના 50 ટકા ટેરિફથી સુરતના ઉદ્યોગો પર ચિંતા: ટેક્સટાઇલ કરતાં હીરા ઉદ્યોગને વધુ માઠીઅસર થશે
ડાયમંડના નિકાસકારો અને તેનાથી જોડાયેલા રત્નકલાકારો માટે આર્થિક પડકારો ઊભા થશે.

સુરત : અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદતા સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. જોકે, સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આ ટેરિફની સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર ખાસ અસર નહીં થાય, કારણ કે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં તિરુપુરમાં ગાર્મેન્ટ ઉદ્યોગને તેની મોટી અસર થશે. તિરુપુરમાંથી વાર્ષિક ₹12,000 કરોડનો ગાર્મેન્ટનો વેપાર થાય છે.
બીજી તરફ, જીરાવાલાએ સ્વીકાર્યું છે કે આ ટેરિફથી ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થશે. આ નિર્ણયથી ડાયમંડના નિકાસકારો અને તેનાથી જોડાયેલા રત્નકલાકારો માટે આર્થિક પડકારો ઊભા થશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
