<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વડોદરાના તલસટ ગામના સરપંચે કેટલાક આગેવાનોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

આ ઘટના બાદ સરપંચના પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા

વડોદરા જિલ્લાના તલસટ ગામના સરપંચ નવનીત ઠાકોરે કેટલાક આગેવાનોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરપંચે પોતાની અંતિમચિઠ્ઠીમાં વ્યથા વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે, ગામના પૂર્વ સરપંચ અને તેમના મળતીયાઓ દ્વારા ગામના વિકાસના કામોના પૈસા અટકાવવામાં આવે છે અને તેમને સતત હેરાન કરવામાં આવે છે. આ ઘટના બાદ સરપંચના પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

 

(1:25 PM IST)