<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રાષ્‍ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગની ગોૈરવ ગાથા વર્ણવતા સુભાષ સોની

નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ફર્મેશન કમિશન ઇન ઇન્‍ડિયાની વાર્ષિક બેઠક

નવી દિલ્‍હીમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ફર્મેશન કમિશન ઇન ઇન્‍ડિયાની વાર્ષિક બેઠકમાં ગુજરાતના મુખ્‍ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ મંચ પર હાજરી આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા.૨૭: નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ફર્મેશન કમીશન ઇન ઇન્‍ડીયા (NFICI) દ્વારા તા.૨૬ ના રોજ ૧૫મી વાર્ષિક બેઠકનું ડો. જીતેન્‍દ્ર સિંઘ, રાજ્‍ય કક્ષા મંત્રીશ્રી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ભારત સરકારના અધ્‍યક્ષપદે, નવી દિલ્‍હી ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ બેઠકમાં ડો. સુભાષ સોની, રાજ્‍ય મુખ્‍ય માહિતી કમિશ્નર તથા અન્‍ય રાજ્‍ય માહિતી કમિશ્નરશ્રીઓ સર્વશ્રી સુબ્રમણયમ ઐય્‍યર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા તથા કાયદા અધિકારી સુશ્રી જાગળતિબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠકમાં ડો.સુભાષ સોની, મુખ્‍ય માહિતી કમિશ્નરશ્રીએ માહિતી અધિકાર અધિનિયમના ગુજરાતમાં અસરકારક અમલ માટે,  ગુજરાત માહિતી આયોગ દ્વારા લેવાયેલ વિવિધ પગલાઓની વિગત દર્શાવતું પ્રેઝન્‍ટેશન “Best Practices in GIC” રજૂ કર્યું હતું, જેને ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ બીરદાવેલ હતું

(3:34 PM IST)