News of Wednesday, 27th August 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચ બાળકનું અપહરણ..હત્યા પ્રકરણ..વિગેરે આરોપીને મુંબઇથી દબોચી લાવી
ગુજરાતભરમાં ચકચાર, સોશ્યલ મીડિયામાં વાયરલ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા ટીમ સહિતની ટીમોની વેષ પલટા સહિતની જહેમત ફળી બાળકની લાશ મળતા સીપી અનુપમસિંહ ગેહલોત કાળઝાળ બનેલ, જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્વમાં વિવિધ ટીમો, ટેકનિકલ સર્વેલેન્સ સાથે મજૂરોના સ્વાંગમાં બાઇકો ભાડે મેળવી મુંબઇના વિસ્તારો ખૂંધ્યા હતા

રાજકોટ તા. સમગ્ર સુરત સહિત ગુજરાતભરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સુરતના બાળકના અપહરણ અને હત્યાના ચકચારી મામલામાં પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા બનાવની ગંભીરતા સમજી સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદાર નેટવર્ક સાથે મેદાને ઉતરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે. આરોપીને મુંબઇથી ઝડપી લેવામાં સફળતા મળી છે.
કોઈ જાતના કામ ધંધો કર્યા વગર રખડતા ભટકતા.મૂળ બિહારના અને પોતાના માસી સાથે સુરત રહેતા આરોપી વિકાસ વિષ્ણુદયાલ દ્વારા અમરોલી ખાતેથી એક બાલ્કનું અપહરણ કરેલ .
આ દરમિયાન લોક માન્ય તિલક પોલીસ નજીક ટ્રેનમાં બાળકની લાશ મળી આવતા અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી સુરત પોલીસ કાળઝાળ બની એને પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ભાવેશ રોજીયા વિગેરેની તાકીદની બેઠક યોજી ,રણનીતિ નક્કી કરી ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો સાથે ગુજરાત બહાર આવા ઓપરેશન પાર પાડી ચૂકેલા ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમને મહત્વની જવાબદારી સુપ્રત થયેલ. આરોપીનું લોકેશન મુંબઈ કુર્લા, બાંદ્રા, દાદર ખાતે દેખાડતુ હોય અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ ટીમોએ મજૂર જેવા વેષ ધારણ કરી, બાઇક ભાડે મેળવી ટેકનિકલ સર્વેલેન્સ સાથે રાત દિવસ પતો મેળવવા પીઆઇ જયરાજસિંહ ઝાલા સહિતની ટીમે અથાગ પ્રયત્નો શરૂ કર્યા, મુંબઇ જેવા વિશાળ શહેરમાંથી આરોપીનો પત્તો લગાડવો આમ તો અશકય જેવા પ્રકારનું હતુ. પણ ટોપ ટુ બોટમ પોલીસ સ્ટાફ દૃઢ સંકલ્પ સાથે મેદાને પડેલ.
આખરે પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમની જહેમત રંગ લાવી આરોપી અને આરોપીનું લોકેશન મળતા વિવિધ પોલીસ ટીમોએ પરફેક્ટ જગ્યા શોધી આરોપી સુધી પોહચી દબોચી લીધો હતો.પોલીસ કમિશનર, જોઇન્ટ સીપી ક્રાઇમ અને પોલીસ ટીમો સાથે સતત કોન્ટેક્ટમાં રહી માર્ગદર્શન પૂરું પાડતા ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા આ સમાચારની વાટ જોતા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને ઓપરેશન સક્સેસ એવું જણાવતા સીપી દ્વારા પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમ, અમરોલી પોલીસ મથક ટીમ સહિતની ટીમોને તત્કાલિક અભિનંદન પાઠવ્યા હતા. હર્ષભાઈ સંઘવીને જાણ થતા સીપી, જેસીપી, ડીસીપી સહિત તમામ ટીમોને અભિનદન પાઠવેલ. (પ-૧૪)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
