<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગણેશ ચતુર્થી વાહન ખરીદી માટે શુભ મુહૂર્ત: અમદાવાદમાં વાહનોની ખરીદીમાં ઉછાળો

ગણેશજીની સ્થાપના સાથે લોકો શુભ કાર્યો કરી રહ્યા છે, જેમાં વાહન અને મિલકતની ખરીદી મુખ્ય છે

અમદાવાદ : સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગણેશજીની સ્થાપના સાથે લોકો શુભ કાર્યો કરી રહ્યા છે, જેમાં વાહન અને મિલકતની ખરીદી મુખ્ય છે. ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્તને કારણે અમદાવાદમાં વાહનોની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીને શુભ કાર્યો કરવા માટે અત્યંત મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે તેવી માન્યતા છે. આ વર્ષે, ગણેશ ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને ભાદરવા યોગ જેવા શુભ યોગો બનતા હોવાથી ખરીદી વધુ ફળદાયી બની છે.

(6:45 PM IST)