<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિસરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજીને 21 કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના

અંબાજી મેળાને લઇ યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડાતા હવે માત્ર ત્રણ દિવસનિજ સ્થાપના કરાઈ

અંબાજી : આજે ગણેશ ચતુર્થીની ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે ને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ગણેશજી ની આજે સ્થપના કરી 5,9,11 જેટલા દિવાસ રાખીને વિશર્જન કરતા હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિષરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજી ને 21 કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી જયારે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટી ની પ્રતિમા ની સાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી હતી 

   જોકે આ સ્થાપના અંબાજીમાં ભરાતા મેળાને લઇ માત્ર 3 દિવસ બાદજ વિસર્જન કરી દેવાશે સમિતિના પ્રમુખ ના જણવ્યા અનુસાર પહેલા 11 દિવસની સ્થાપના કરવામાં આવતી હતી ત્યારે અંબાજી મેળાને લઇ યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડાતા હવે માત્ર ત્રણ દિવસનિજ સ્થાપના કરવામાં આવી છે ને આ સ્થાપના દરમિયાન અંબાજીનો મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી 

 

(6:55 PM IST)