તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
ટેરિફની સીધી અને સૌથી મોટી અસર સુરતને થવાની શક્યતા: ડાયમંડ સહિત જ્વલરી ઉદ્યોગ પર પડી શકે સૌથી મોટો ફટકો
ટેરિફના તાંડવમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ પ્રભાવિત થવાની પણ ભિતી:ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારોની નોકરીઓ પર સૌથી મોટું જોખમ

સુરત : અમેરિકન ટેરિફની સીધી અને સૌથી મોટી અસર સુરત પર થવાની શક્યતા છે અને ડાયમંડ સહિત જ્વલરી ઉદ્યોગ પર પડી શકે છે સૌથી મોટો ફટકો. એટલું જ નહીં ટેરિફના તાંડવમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ પ્રભાવિત થવાની પણ ભિતી છે. ટેરિફના ત્રાસને પગલે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારોની નોકરીઓ પર તોડાયું છે સૌથી મોટું જોખમ. નિષ્ણાતોનું માનવું છે કે દિવાળી બાદ ત્રણેય મહત્વના ઉદ્યોગો પર અસર વર્તાઇ શકે છે. મહત્વનું છે કે હીરાઉદ્યોગ પહેલાથી જ મંદીમાં સપડાયેલું છે અને 1 લાખ રત્નકલાકારો બેકાર બેઠા છે ત્યારે ટેરિફ બોંબ વધુ નોકરીનો ભોગ લઇ શકે છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
